1)
ટીચરે ભૂરાને બરાબર ઠમઠોર્યો... ભૂરો માર ખાઈને સીધો ટીચરના ઘેર પહોંચ્યો..
ભૂરો: આ મૂકેશ સરનું ઘર છે?
વાઈફઃ હા એમનું જ ઘર છે..
ભૂરો: તમે કોણ?
વાઈફઃ હું એમની વાઈફ..
ભૂરો: તો પછી એમની બાઈક ઉપર એમને ચોંટીને બેસી જાય છે એ કોણ છે?😅😂🤣
2)
મોન્ટુએ તેનો પાલતુ કૂતરો વેચવો હતો, અને પિન્ટુ તેને ખરીદવાનો હતો.
પિન્ટુઃ શું આ કૂતરો વફાદાર છે?
મોન્ટુઃ હા, હું તેને અગાઉ પણ બે વાર વેચી ચુક્યો છું, તે એટલો વફાદાર છે કે દરેક વખતે તે મારી પાસે પાછો આવે છે.🤣😂😅
3)
ભારતમાં ડાયાબિટીસ સાવ
એમ જ નથી આવ્યો,
અહીં દરેક નાની નાની
વાતે લોકોને મીઠું મોઢું કરાવવું પડે છે! 😅😂🤣
4) બકો: પપ્પા સોમવારે એક નાનું ગેટ ટુ ગેધર રાખ્યું છે માટે ભૂલ્યા વગર તમારે આવવાનું છે...
પપ્પા: અલ્યા, નાનું એટલે કેટલું નાનું ?
બકો: તમે, હું અને પ્રિન્સિપાલ...😅😂🤣
5)
એક ભાઈ કુંવારા રહી ગયા.
જુવાનીમાં તે વડીલોને પગે બહુ લાગતા, કે વડીલોના આશીર્વાદથી
મારુ ક્યાંક ગોઠવાઈ જાય.
🤣😂😅
વડીલો હંમેશા આશીર્વાદ આપતા કે
સદા સુખી રહે... પછી કયાંથી થાય!
6)
ગુજરાતી લોકો ગમે એવડું મોટું મકાન બનાવી લે કે પછી મહેલ જ કેમ ના બનાવી લે...
બે કે ત્રણ વાર ભૂલથી એના મમ્મીને પૂછી લે કે આ વસ્તુ ક્યાં મુકવાની છે... એટલે ચોથી વારમાં એના મમ્મીનો જવાબ એક જ હોઈ છે...
મારા માથા પર મૂકી દે! 😅😂🤣
Post a Comment