લડાઈ સાંભળવાનું ટેલેન્ટ આપણામાં ભરપૂર છે!

1) 
પ્રિન્સીપાલઃ બધા છોકરાઓ પાસેથી કાલે 100-100 રૂપિયા ઉઘરાવી લેજો...
ટીચર: બધા છોકરાઓ કાલે 200-200 રૂપિયા લેતા આવજો...
બાળકોઃ કાલે સ્કૂલમાં 500 રૂપિયા આપવાના છે.
મમ્મી: રાહુલના પપ્પા, કાલે બાળકોને સ્કુલમાં 1000 રૂપિયા લઇ આવવા કીધું છે!
પપ્પા: કોઈ જરૂર નથી કાલે સ્કુલ જવાની!


2)
આજકાલનાં મા-બાપ બાળકના નર્સરીમાં એડમીશન માટે પરેશાન રહે છે અને આપણે તો કંઈક અલગ જ હતા, મારા ૧૨ વર્ષના ભણતરમાં પિતાજી માત્ર ૨ જ વાર સ્કુલે આવ્યા હતા... એ પણ એટલા માટે કે હું એમની ચપ્પલ પહેરી આવ્યો હતો!



3)
ભારતમાં દરેક માણસમાં
 એક ડોક્ટર, 
એક વકિલ, 
એક જજ, 
એક મોટિવેશનલ સ્પીકર, 
એક ફિલોસોફર, 
એક શેરબજાર એક્સપર્ટ 
છુપાયેલ હોય છે.
 બસ તમારે ફક્ત તમારી તકલીફ
 બતાવવી પડે...


4)
ટીવી પર કેટલો પણ સારો પ્રોગ્રામ કેમ ન ચાલતો હોય... પરંતુ જો પાડોશમાં ઝગડો ચાલતો હોય તો ટીવીનો અવાજ એકદમ ધીમો કરી પાડોશીની લડાઈ સાંભળવાનું ટેલેન્ટ આપણામાં ભરપૂર છે!


5)
દર અઠવાડીયે વજન કરું છું 68 કીલો બતાવે છે. આજે ચશ્મા પહેરી જોયું 88 કીલો બતાવે છે... એટલે ચશ્મા 20 કીલોના?



6)
શિક્ષક: આપણી બે આંગળીઓ વચ્ચે જગ્યા કેમ હોય છે?

ભૂરો: બીડી પકડવા...

બોવ માર્યો ભૂરાને પછી તો!




Post a Comment

Previous Post Next Post