રમેશ: તારી પત્નીએ તને ઘરમાંથી કેમ કાઢી મૂક્યો?

 રમેશ: તારી પત્નીએ તને ઘરમાંથી કેમ કાઢી મૂક્યો?

સુરેશઃ તારા કહેવા પર મેં તેને ચેન ગિફ્ટ કરી હતી, એટલે.

રમેશ: ચેન ચાંદીની હતી? સુરેશઃ ના સાઈકલની હતી.


એક સંત હતા. એમને કોઈ પણ વિષય પર પૂછો, વારંવાર પૂછો એ હંમેશા જવાબ હસતા જ આપે ગુસ્સો કયારેય કરે નહીં એકવાર મેં પૂછ્યું, "બાબા તમે ધીરજ, ધ્યાન અને સાધનાનુ આ શિક્ષણ ક્યાંથી પ્રાપ્ત કરેલ છે?" સંતે મને પ્રેમથી જોયો, કહ્યું,

"બેટા, મેં રર વર્ષ, સાડીના શો-રૂમમાં કામ કર્યું છે."



શિક્ષક: તું આટલા દિવસ ક્યાં હતો? ભૂરોઃ સર બર્ડફ્લુ થયો હતો.

શિક્ષક: પરંતુ એ તો પક્ષીઓમાં થાય છે..

ભૂરો: તમે મને માણસ સમજ્યો જ ક્યાં છે! રોજ તો મરઘો બનાવો છો!



ભારતના વૈજ્ઞાનિકો રાત દિવસ એક રહ્યા છે પરંતુ શોધી નથી શકતા કે, શા માટે ભારતમાં પ્રેમમાં પડેલા લોકો તોતડા થઈ જાય છે!



એક જાણકારી

પત્ની જ્યારે ગુસ્સામાં હોય ત્યારે, તેનું કહ્યું ચૂપચાપ સાંભળી લેવું. કેમ કે, વાવાઝોડામાં જે ઝાડવા નમી જતા હોય છે, તે જ ફરીથી ઊભા થઈ શકે છે!


હું એક મિત્રને ત્યાં ગયો હતો.

એમના દીકરાને મેં પૂછ્યું:

બેટા હવે આગળનો શું પ્લાન છે.

મને કહેઃ તમારા પર નિર્ભર કરે છે.

મેં પૂછ્યું: કેમ?

છોકરોઃ તમે જશો ત્યારે હાથમાં 900 રુપિયા આપશો તો પાવભાજી અને ર00 રુપિયા આપશો તો મેકડોનાલ્ડ!






Post a Comment

Previous Post Next Post