->(1)
ગરબા જામ્યા હોય ત્યાં અમુક
દોઢી પ્રજાતિ પોતાનો નવો સ્ટેપ
લઈને બધું વીંખી નાખે!
->(2)
આ પત્નીઓ જે બારેમાસ કહેતી હોય છે
મારે કમરમાં તકલીફ છે, ઢીંચણ દુખે છે,
પગનો દુખાવો થયા કરે છે...
પછી નવરાત્રી વખતે એમને જોજો
એક વેત કુદકા મારીને ગરબા રમતી હોય છે
એ વખતે બધા જ દુખાવા ગાયબ!
->(3)
નવરાત્રીમાં રાત્રે નવ વાગ્યા પછી
કોઈ વોટ્સએપમાં ઓનલાઈન દેખાય
તો સમજી લેવાનું,
એને ગરબા રમતા નથી આવડતું!
->(4)
કુકિંગ ટિપ્સ
લાડુ બનાવતી વખતે તેના પર
કાજુ મૂકીને થોડા દબાવો અને
પછી કાઢી લો...
તેનાથી મહેમાનને એવું લાગશે કે
કાજુ હતા પણ કાઢતી વખતે
ડબ્બામાં પડી ગયા હશે.
->(5)
શ્રાદ્ધ પુરા થયા
કાગડાઓ જતા રહ્યા
હવે આ 9 દિવસો
રંગબેરંગી પોશાકમાં રોજ
નવી નવી ચકલીઓ દેખાશે...
એમને જીત રહેજો પણ
ઘરની સમડીની નજર ચૂકાવી ચૂકાવીને...
નહીં તો તમને કૂકડો બનાવી દેશે!
->(6)
અમારી સોસાયટીમાં નવરાત્રી નિમિતે
ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવેલ છે.
જેના નવ દિવસના કલાકાર છે...
પ્રથમ નોરતે કિંજલ દવે
બીજે નોરતે અતુલ પુરોહિત
ત્રીજે નિરાતે ગીતા રબારી
ચોથે નોરતે કિર્તીદાન ગઢવી
પાંચમે નોરતે ફાલ્ગુની પાઠક
છઠા નોરતે અરિજિત સિંહ
સાતમે નોરતે નેહા કક્કર
આઠમા નોરતે બાદશાહ
નવમાં નોરતે ઓસમાન મીર
દશેરાએ કમો
ખાસ નોંધ: કલાકારોથી હાજી વાત ચાલુ છે
હજુ કોઈ ફાઇનલ નથી પણ
અમારા પ્રયત્નો ચાલુ છે.
નહિ તો પછી આ બધા કલાકારોની કેસેટ
વગાડીને મોજ કરશું...
Post a Comment