1)
ગાડીમાં લિફ્ટ આપ્યા પછી...
પંજાબી: અય, થેંક્સ યાર
મરાઠી: આભાર ભાઉ
બંગાળી: ખુબ ખુબ ધન્યોવાદ
ગુજરાતી: રોજ આ બાજુથી
જ નીકળો છો?
2)
માણસે પોતાના સંસ્કાર ક્યારેય
ભૂલવા ના જોઈએ.
મને અડધી રાતે છીંક આવે
તો પણ ત્રણ ચાર લોકોને
ઉઠાડીને sorry કહું છું.
3)
ગમે એટલું મોટિવેશન તમે
લઈ લો થોડી વાર પછી
પાછા તમે મોબાઈલ લઈને
બેસી જ જશો.
4)
તમે સાંભળ્યું હશે કે..
માતા પિતાના કર્મોનું ફળ
સંતાનોએ ભોગવવું પડે છે.
પરંતુ ક્યારેક ક્યારેક માતા પિતાના
કર્મોનું ફળ જમાઈએ પણ ભોગવવું પડે છે
5)
કહેવાય છે કે... લગ્ન પછી ઘરમાં દરેક
વસ્તુ પર પતિ પત્ની બન્નેનો સમાન હક હોય છે.
કોઈ પણ વસ્તુ કોઈ એક ની નથી રહેતી.
પરંતુ એક વસ્તુ એવી હોય છે
જે એકલા પતિની જ હોય છે અને એ છે ભૂલ!
6)
જે છોકરીને મેં 19 વર્ષની સમજતો હતો...
એનો 20 વર્ષનો છોકરો આજે
મને ધમકી આપીને ગયો કે
'મારી મમ્મીથી દૂર રહેજે!'
7)
વહેવાર સારો રાખો એ જ સાથે આવશે.
બાકી પૈસાનું તો શું?
9:15 - વાગ્યે હતા ને 3:30 - વાગ્યે નતા. (આ વાક્યના લેખક શેર બજારમાં ટ્રેડિંગ કરે છે.)
Post a Comment